fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar
Kidz School

Sankalp School Of Science

ACTIVITY

ACTIVITY

બાળકોના સર્વાંગી વિકાસ માં અભ્યાસપૂરક પ્રવૃતિઓનું પણ અનન્ય પ્રદાન છે.


સતત મૂલ્યાંકન

આ શાળામાં સતત વક્તિતવ મૂલ્યાંકન પદ્ધત્તિ દ્વ્રારા પ્રત્યેક બાળકોનું મૂલ્યાંકન થતું રહે છે. વર્ષ દરમ્યાન ચાર યુનિટ ટેસ્ટ દ્વ્રારા બાળકના લેખિત અને મૌખિક કૌશલ્ય નું માપન થતું રહે છે. તેમના શિસ્ત , સ્વછ્તા , નિયમિતા તેમજ શાળાની પ્રવૃતિઓમાં ઉત્સાહ અને સક્રિયતાનું પણ મૂલ્યાંકન થાય છે.

તહેવારો

રાષ્ટ્રીય તહેવારોની વિવિધ પ્રકારની ઉજવણી દ્વ્રારા શિક્ષકો અને બાળકોનો અદમ્ય ઉત્સાહ નીખરી ઊઠે છે. વિવિધ ઉત્સવો અને લોક તહેવારોની ઉજવણી સમગ્ર શાળા પરિવાર હોંશભેર કરે છે. પરસ્પર ભાઇચારા અને પ્રેમની લાગણી થી ભવિષ્ય ના નાગરિકો એક તાંતણે બંધાય છે.

આરોગ્ય

નિયમિત કસરત અને રમતગમત હરીફાઈના આયોજન દ્વારા બાળકોના શારીરિક વિકાસ પ્રતિ જાગૃત પ્રયત્નો થાય છે તેમ જ વર્ષ માં બે વખત ડોકટરી તપાસ કરીને બાળકોના આરોગ્યની સુપેરે ચકાસણી થાય છે. વાલીઓને તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે.

Children Theatar & Surtal Acedemy

કલાઅભિવ્યક્તિ માટે વિશિષ્ટ તાલીમ પામેલા ડ્રોઈંગ ટીચર પાસે ચિત્રકામની વિવિધ તરાહ શીખે છે. સમાજ ઉત્પાદક ઉપયોગી કાર્ય દ્વ્રારા તેમની આગવી મૌલિક શક્તિઓ પાંગરે છે. અક્ષરો સારા કરવા માટે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે. સુલેખન અને નિબંધસ્પર્ધામાં શાળાના બાળકો હોંશભેર ભાગ લઈ અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરે છે.

પ્રોજેકટ

બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓની પરખ અને તેના સતત વિકાસ માટે વ્યકિગત પ્રોજેકટ વર્ક આપવામાં આવે છે. જેમાં વિષયોનું બહોળું વૈવિધ્ય હોય છે. જેના દ્વ્રારા બાળકની આયોજનશક્તિ , અવલોકનશક્તિ , તર્કશક્તિ અને અભિવ્યક્તિ સુપેરે વિકાસ પામે છે. વર્ષાન્તે આ કાર્યનું મૂલ્યાંકન થાય છે. અને તેમના તમામ પ્રોજેકટ નું પ્રદશન યોજાય છે જે સૌના માટે પ્રેરક બને છે. વળી બાળકો જ તેમાં ગાઈડ બની તેમના કાર્યનું નિર્ભીક રીતે આત્મવિશ્વાસપૂર્વક નિદર્શન કરે છે.

વિવિધ સ્પર્ધાઓ

શાળાકીય કાર્યક્રમોમાં વકતૃત્વ સ્પર્ધા , વેશભૂષા હરીફાઈ , શ્લોક્ગાન , ગીતગુંજન , ઋતુગીતો , દેશભક્તિગીત સ્પર્ધા ઈત્યાદી દ્વારા બાળકોની વિશિષ્ટ શક્તિઓ ખીલે છે.

અંગ્રેજી

બાળવર્ગથી જ અંગ્રેજી ભાષાને એક વિષય તરીકે સ્થાન મળ્યું છે તે ઉપરાંત સામાન્ય જ્ઞાન શીખવી વિવિધ ક્ષેત્રોની મહાન વ્યક્તિઓ , સંસોધનો , પુરસ્કારો વગેરેની બહુવિધ માહિતીથી બાળકને પરિચિત કરવામાં આવે છે. .

પ્રવાસ અને પર્યટન

વિવિધ સ્થળોના પ્રવાસ – પર્યટન તેમ જ સંસ્થાઓની મુલાકાત દ્વ્રારા બાળકોના વિશ્વનું દ્વ્રાર ખૂલે છે અને તેમની અનુભવમંજૂષા સમૃદ્ધ બનતી જાય છે.

Teachers Training Program

શાળાના શિક્ષકોને પણ પોતાની જ્ઞાનસમૃદ્ધિ ના વ્યાપને વિસ્તારવા જુદી જુદી શિબિરો અને સંસ્થામાં મોકલવામાં આવે છે.ે.

વાલીમિલન

શાળામાં વર્ષમાં બેવખત વાલી મિલન યોજવામાં આવે છે જેમાં સંચાલક , વાલીઓ તથા શિક્ષકો સાથે મળીને પરામર્શ કરે છે.

Parenting For Peace & Visnagar Unit

શાળાના શિક્ષકોને પણ પોતાની જ્ઞાનસમૃદ્ધિ ના વ્યાપને વિસ્તારવા જુદી જુદી શિબિરો અને સંસ્થામાં મોકલવામાં આવે છે.ે.

Children University (Vidhya Niketan Unit)

શાળામાં વર્ષમાં બેવખત વાલી મિલન યોજવામાં આવે છે જેમાં સંચાલક , વાલીઓ તથા શિક્ષકો સાથે મળીને પરામર્શ કરે છે.

Toy Library

શાળાના શિક્ષકોને પણ પોતાની જ્ઞાનસમૃદ્ધિ ના વ્યાપને વિસ્તારવા જુદી જુદી શિબિરો અને સંસ્થામાં મોકલવામાં આવે છે.ે.